Saturday, April 29, 2023

વરિષ્ઠ નાગરિક હોવું એ ભારત માં ગુનો છે?

ભારતમાં 70 વર્ષની ઉંમર પછી વરિષ્ઠ નાગરિકો તબીબી વીમા માટે પાત્ર નથી, તેમને EMI પર લોન મળતી નથી.  ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું નથી.  તેમને આર્થિક કામ માટે કોઈ નોકરી આપવામાં આવતી નથી.  તેથી તેઓ અન્ય પર નિર્ભર છે.  યુવાનીમાં તેણે તમામ કર ચૂકવી દીધા હતા.  હવે સિનિયર સિટીઝન બન્યા બાદ પણ તેણે તમામ ટેક્સ ભરવા પડશે. 

 ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે કોઈ યોજના નથી.  રેલવે પર 50% ડિસ્કાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.  દુઃખની વાત એ છે કે રાજકારણમાં તમામ વરિષ્ઠ નાગરિકો પછી તે ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે મંત્રીઓ, તેમને બધું જ મળશે અને પેન્શન પણ, પરંતુ આપણે વરિષ્ઠ નાગરિકો જીવનભર સરકારને અનેક પ્રકારના ટેક્સ ચૂકવીએ છીએ, છતાં પેન્શન નથી. વૃદ્ધાવસ્થા, કલ્પના કરો કે જો બાળકો (કોઈ કારણોસર) તેમની સંભાળ રાખવા સક્ષમ ન હોય તો તેઓ વૃદ્ધાવસ્થામાં અન્યથા ક્યાં જશે ? આ એક ભયંકર અને પીડાદાયક બાબત છે.  જો પરિવારના વરિષ્ઠ સભ્યો ગુસ્સે થશે તો તેની અસર ચૂંટણી પર પડશે. અને સરકારને તેની અસર ભોગવવી પડશે.  વરિષ્ઠ નાગરિકોની સંભાળ કોણ રાખશે?  તો સરકાર શું રાખશે?  સિનિયરો પાસે સરકાર બદલવાની શક્તિ છે, તેમને નબળા સમજીને અવગણશો નહીં!  વરિષ્ઠ નાગરિકોના જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે તે માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.  સરકાર બિન-નવીનીકરણીય યોજનાઓ પર ઘણા પૈસા ખર્ચે છે, પરંતુ ક્યારેય એ ખ્યાલ નથી આવતો કે વરિષ્ઠ નાગરિકો માટે પણ યોજના જરૂરી છે.  તેનાથી ઉલટું, બેંકના વ્યાજદરમાં ઘટાડો કરીને વરિષ્ઠ નાગરિકોની આવકમાં ઘટાડો કરી રહી છે.  જો મામૂલી પેન્શન મળે છે જેમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય છે,તો તેના પર પણ આવકવેરો લાદવામાં આવે છે.

 ભારતીય સિનિયર સિટીઝન હોવું એ ગુનો લાગે છે હવે તો.!  
આને બધા સોશિયલ મીડિયા પર શેર કરો તમે બધા સોશિયલ મીડિયા પર જોડાયેલા છો.  ચાલો વરિષ્ઠ નાગરિકોનો અવાજ સરકારના કાન સુધી પહોંચાડીએ (તમામ વરિષ્ઠ નાગરિકોની જાગૃતિ માટે આ માહિતી શેર કરો.) હું સાંભળી ન શકાય તેવો અવાજ એટલો જોરથી સાંભળવા માંગુ છું કે તેને એક જન ચળવળ તરીકે ઉભા થવા દો, આપણે બધા વરિષ્ઠ નાગરિકોએ આ શેર કરવું જોઈએ  તેમના બધા મિત્રો સાથે.  કૃપા કરીને તેમને વિનંતી કરો.

 તમે વાંચ્યા પછી જરૂર શેર કરો તમારા વરિષ્ઠ નાગરિક મિત્રો અને શુભેચ્છકોને......✍️

Thursday, January 28, 2010

અપરિગ્રહ વ્રતનું પાલન કરનાર

ઇ.સ.૧૯૦૧ ઓક્ટોબર માસમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવવા નીકળ્યા ત્યારે નાતાલમાં રહેતા હિંદીવાસીઓએ ગાંધીજીનું ઠેકઠેકાણે બહુમાન કર્યું હતું. ઘણી કીમતી ભેટો પણ આપી હતી. ભેટોમાં સોના-ચાંદીના દાગીના અને હીરાની વસ્તુઓ પણ હતી. ઉપરાંત કસ્તૂરબાને માટે પચાસ ગીનીનો એક હાર પણ હતો. ગાંધીજીના મનમાં વિચારોનો વંટોળ ઊપડ્યો. મોટાભાગની ભેટો તો એમણે કરેલી જાહેરસેવાને અંગે જ હતી. સેવા કર્યાની કિંમત રૂપે ભેટનો સ્વીકાર કેવી રીતે કરાય? ગાંધીજી એમની આત્મકથાના દસમા પ્રકરણમાં આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં નોંધે છે, ‘સેંકડોની ભેટો જતી કરવી એ ભારે પડતું હતું. રાખવી એ વધારે ભારે લાગતું હતું.’ આખરે એમણે નિર્ણય કર્યો કે બધી ભેટ ટ્રસ્ટને સોંપી દેવી.

gandhijiગાંધીજી અપરિગ્રહ વ્રતને સમજાવતાં કહેતા કે જે વસ્તુ પોતાને આજે જરૂરી નથી, તે ભવિષ્યમાં જરૂરી થઇ પડશે એવું માનીને એનો સંગ્રહ કરી રાખવો તે પરિગ્રહ કહેવાય. પણ પરમેશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર તો એમ માને કે જે વસ્તુની જ્યારે જરૂર પડશે ત્યારે તે વસ્તુ તેને મળી જ રહેશે. આથી તે સંગ્રહ કરતો નથી. આને અપરિગ્રહ કહેવાય.

અપરિગ્રહ વ્રતનું પાલન કરનારે પોતાની પાસે આવેલી વસ્તુઓને રસ્તા પર મૂકી આવવાની નથી. પોતાને એ વસ્તુનો માલિક નહીં પણ રક્ષક સમજે અને તેની સંભાળ લે.

સાબરમતી નદીને કિનારે જ સત્યાગ્રહ આશ્રમ હતો. ગાંધીજી સવારે મોં ધોવા અને દાતણ કરવા નદીએ જાય ત્યારે સાથે લીધેલી નાની લોટી વડે નદીમાંથી ખપ પૂરતું જ પાણી લે. એક દિવસ મોહનલાલ પંડ્યાએ કહ્યું : નદીમાં આટલું પાણી વહી જાય છે, તો પાણીની કરકસર શું કરવા કરો છો?’

ગાંધીજીએ કહ્યું, ‘નદીનું પાણી મારા એકલા માટે છે? ખપ પૂરતું લઉ, પણ વધારે લેવાનો મને અધિકાર નથી.’ (ગાંધી ગંગા ભાગ-૨ માંથી સાભાર.)

ગાંધીજીના જીવનનો એક પ્રસંગ જોઇએ. ઇ.સ.૧૯૦૧ ઓક્ટોબર માસમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવવા નીકળ્યા ત્યારે નાતાલમાં રહેતા હિંદીવાસીઓએ ગાંધીજીનું ઠેકઠેકાણે બહુમાન કર્યું હતું. ઘણી કીમતી ભેટો પણ આપી હતી. ભેટોમાં સોના-ચાંદીના દાગીના અને હીરાની વસ્તુઓ પણ હતી. ઉપરાંત કસ્તૂરબાને માટે પચાસ ગીનીનો એક હાર પણ હતો.

ગાંધીજીના મનમાં વિચારોનો વંટોળ ઊપડ્યો. મોટાભાગની ભેટો તો એમણે કરેલી જાહેરસેવાને અંગે જ હતી. સેવા કર્યાની કિંમત રૂપે ભેટનો સ્વીકાર કેવી રીતે કરાય? ગાંધીજી એમની આત્મકથાના દસમા પ્રકરણમાં આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં નોંધે છે, ‘સેંકડોની ભેટો જતી કરવી એ ભારે પડતું હતું. રાખવી એ વધારે ભારે લાગતું હતું.’ આખરે એમણે નિર્ણય કર્યો કે બધી ભેટ ટ્રસ્ટને સોંપી દેવી.

આમાં બાળકો અને કસ્તૂરબાની મંજૂરી લેવાનું વિચાર્યું. કસ્તૂરબાએ મચક ન આપી અને કહ્યું : ‘તમારે ભલે ખપ ન હોય. ભલે મને પહેરવા ન દો, પણ મારી વહુઓનું શું? એમને તો ખપ આવશે!’ ગાંધીજીએ કહ્યું, ‘છોકરાઓ પરણે તો ખરા. છતાં કંઇ કરાવવું જ પડે તો હું ક્યાં નથી બેઠો?’

‘જાણ્યા તમને. મારાં ઘરેણાં પણ લઇ લીધાં એ જ તમે ને? મને સુખે નથી પહેરવા દીધું એ તમે મારી વહુઓને માટે શું લેવાના હતા? એ દાગીના નહીં પાછા અપાય અને મારા હાર ઉપર તમારો શો હક?’

દલીલો ચોટદાર હતી, પણ ગાંધીજીને તો ઘરેણાં પાછાં આપવાં જ હતાં એટલે કસ્તૂરબાની જેવી તેવી સંમતિ મેળવી અને ભેટોનું ટ્રસ્ટ બન્યું ને તેનો જાહેર કામને સારુ ઉપયોગ, ગાંધીજીની ઇચ્છા મુજબ અથવા ટ્રસ્ટીઓની ઇચ્છા મુજબ એ શરતે તે બેંકમાં મુકાઇ.

‘જાહેર સેવાના દામ લેવાય નહીં’ એવું માનનારા અને એવું આચરણ કરનારા ગાંધીજીના જીવનમાંથી આજકાલના સમાજસેવકો કોઇ બોધપાઠ મેળવે ખરા?

Saturday, November 21, 2009

JMD Computer Sales and Services

This Blog Is a Very Useful for a New and Old User they all get a Well knowledge About Computer.

in reference to:

"JMD Computer Sales and Services"
- JMD Computer Sales and Services (view on Google Sidewiki)

Friday, November 20, 2009

Computer Hardware and Networking Course.