Showing posts with label Gandhiji. Show all posts
Showing posts with label Gandhiji. Show all posts

Thursday, January 28, 2010

અપરિગ્રહ વ્રતનું પાલન કરનાર

ઇ.સ.૧૯૦૧ ઓક્ટોબર માસમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવવા નીકળ્યા ત્યારે નાતાલમાં રહેતા હિંદીવાસીઓએ ગાંધીજીનું ઠેકઠેકાણે બહુમાન કર્યું હતું. ઘણી કીમતી ભેટો પણ આપી હતી. ભેટોમાં સોના-ચાંદીના દાગીના અને હીરાની વસ્તુઓ પણ હતી. ઉપરાંત કસ્તૂરબાને માટે પચાસ ગીનીનો એક હાર પણ હતો. ગાંધીજીના મનમાં વિચારોનો વંટોળ ઊપડ્યો. મોટાભાગની ભેટો તો એમણે કરેલી જાહેરસેવાને અંગે જ હતી. સેવા કર્યાની કિંમત રૂપે ભેટનો સ્વીકાર કેવી રીતે કરાય? ગાંધીજી એમની આત્મકથાના દસમા પ્રકરણમાં આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં નોંધે છે, ‘સેંકડોની ભેટો જતી કરવી એ ભારે પડતું હતું. રાખવી એ વધારે ભારે લાગતું હતું.’ આખરે એમણે નિર્ણય કર્યો કે બધી ભેટ ટ્રસ્ટને સોંપી દેવી.

gandhijiગાંધીજી અપરિગ્રહ વ્રતને સમજાવતાં કહેતા કે જે વસ્તુ પોતાને આજે જરૂરી નથી, તે ભવિષ્યમાં જરૂરી થઇ પડશે એવું માનીને એનો સંગ્રહ કરી રાખવો તે પરિગ્રહ કહેવાય. પણ પરમેશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર તો એમ માને કે જે વસ્તુની જ્યારે જરૂર પડશે ત્યારે તે વસ્તુ તેને મળી જ રહેશે. આથી તે સંગ્રહ કરતો નથી. આને અપરિગ્રહ કહેવાય.

અપરિગ્રહ વ્રતનું પાલન કરનારે પોતાની પાસે આવેલી વસ્તુઓને રસ્તા પર મૂકી આવવાની નથી. પોતાને એ વસ્તુનો માલિક નહીં પણ રક્ષક સમજે અને તેની સંભાળ લે.

સાબરમતી નદીને કિનારે જ સત્યાગ્રહ આશ્રમ હતો. ગાંધીજી સવારે મોં ધોવા અને દાતણ કરવા નદીએ જાય ત્યારે સાથે લીધેલી નાની લોટી વડે નદીમાંથી ખપ પૂરતું જ પાણી લે. એક દિવસ મોહનલાલ પંડ્યાએ કહ્યું : નદીમાં આટલું પાણી વહી જાય છે, તો પાણીની કરકસર શું કરવા કરો છો?’

ગાંધીજીએ કહ્યું, ‘નદીનું પાણી મારા એકલા માટે છે? ખપ પૂરતું લઉ, પણ વધારે લેવાનો મને અધિકાર નથી.’ (ગાંધી ગંગા ભાગ-૨ માંથી સાભાર.)

ગાંધીજીના જીવનનો એક પ્રસંગ જોઇએ. ઇ.સ.૧૯૦૧ ઓક્ટોબર માસમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવવા નીકળ્યા ત્યારે નાતાલમાં રહેતા હિંદીવાસીઓએ ગાંધીજીનું ઠેકઠેકાણે બહુમાન કર્યું હતું. ઘણી કીમતી ભેટો પણ આપી હતી. ભેટોમાં સોના-ચાંદીના દાગીના અને હીરાની વસ્તુઓ પણ હતી. ઉપરાંત કસ્તૂરબાને માટે પચાસ ગીનીનો એક હાર પણ હતો.

ગાંધીજીના મનમાં વિચારોનો વંટોળ ઊપડ્યો. મોટાભાગની ભેટો તો એમણે કરેલી જાહેરસેવાને અંગે જ હતી. સેવા કર્યાની કિંમત રૂપે ભેટનો સ્વીકાર કેવી રીતે કરાય? ગાંધીજી એમની આત્મકથાના દસમા પ્રકરણમાં આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં નોંધે છે, ‘સેંકડોની ભેટો જતી કરવી એ ભારે પડતું હતું. રાખવી એ વધારે ભારે લાગતું હતું.’ આખરે એમણે નિર્ણય કર્યો કે બધી ભેટ ટ્રસ્ટને સોંપી દેવી.

આમાં બાળકો અને કસ્તૂરબાની મંજૂરી લેવાનું વિચાર્યું. કસ્તૂરબાએ મચક ન આપી અને કહ્યું : ‘તમારે ભલે ખપ ન હોય. ભલે મને પહેરવા ન દો, પણ મારી વહુઓનું શું? એમને તો ખપ આવશે!’ ગાંધીજીએ કહ્યું, ‘છોકરાઓ પરણે તો ખરા. છતાં કંઇ કરાવવું જ પડે તો હું ક્યાં નથી બેઠો?’

‘જાણ્યા તમને. મારાં ઘરેણાં પણ લઇ લીધાં એ જ તમે ને? મને સુખે નથી પહેરવા દીધું એ તમે મારી વહુઓને માટે શું લેવાના હતા? એ દાગીના નહીં પાછા અપાય અને મારા હાર ઉપર તમારો શો હક?’

દલીલો ચોટદાર હતી, પણ ગાંધીજીને તો ઘરેણાં પાછાં આપવાં જ હતાં એટલે કસ્તૂરબાની જેવી તેવી સંમતિ મેળવી અને ભેટોનું ટ્રસ્ટ બન્યું ને તેનો જાહેર કામને સારુ ઉપયોગ, ગાંધીજીની ઇચ્છા મુજબ અથવા ટ્રસ્ટીઓની ઇચ્છા મુજબ એ શરતે તે બેંકમાં મુકાઇ.

‘જાહેર સેવાના દામ લેવાય નહીં’ એવું માનનારા અને એવું આચરણ કરનારા ગાંધીજીના જીવનમાંથી આજકાલના સમાજસેવકો કોઇ બોધપાઠ મેળવે ખરા?